અનેક જગ્યાએ તો એક પણ ફોર્મ ન ભરાયું હોવાની રાવ : વીસીઇની કૃષિમંત્રીને રજુઆતટંકારા : ટેકાના ભાવે તુવેરની ખરીદીના ફોર્મ ભરવામાં ઇ-સમૃદ્ધિ પોર્ટલની ટેક્નિકલ ખામીઓથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અનેક જગ્યાએ એક પણ ફોર્મ ભરાયું નથી. ત્યારે આ મામલે વાઘગઢ ગામના વીસીઇએ કૃષિમંત્રીને રજુઆત કરી ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી છે.રજુઆતમાં જણાવાયુ છે કે E Samridhi પોર્ટલ પર ટેકાના ભાવે તુવેરની ખરીદીના ફોર્મ ભરવાનું તા. ૩-૪-૨૦૨૫ થી ૨૦-૦૨-૨૦૨પ દરમ્યાન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે? આજે ૪-૫-૨૦૨૫ તારીખ બપોરના ૩ વાગ્યા છે હજી પોર્ટલ એક પણ અરજી પુરી થતી નથી કે પોર્ટલ પર રજીસ્ટ્રેશનની પ્રિન્ટ નીકળતી નથી અને આ પોર્ટલ પર જે ગયા વર્ષમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના ફોર્મ ભરેલ હોય ત્યારે જે ડેટા નાખેલ હોય જેવા કે મોબાઇલ નંબર, નામ બેંક ખાતા નંબર સહિતની વિગત તુવેરના ફોર્મ ભરતી વખતે ડેટા ચેન્જ થઈ શકતો નથી.ટેકનિકલ ખામીના હેલ્પલાઇન માટે ત્રણ પર્સનલ મોબાઇલ નંબર આપેલા છે એ નંબરમાં ફોન કરી તો કોન્ટેક્ટ થતો નથી. ફોન સ્વીચ ઓફ બતાવે છે આ ફોર્મનું ભરવા કઇ રીતે તેની કોઇ માહિતી નથી. આમ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.