મોરબી : મિશન નવભારત મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે આર્યન ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. જે બદલ તેઓને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. આર્યન ત્રિવેદીએ નિમણૂક બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી, મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર અને મિશન નવભારતના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રથમભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદી સાહેબનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે