આવતીકાલે મોરબીમાં વાજતે ગાજતે સામૈયા સાથે સ્વાગત કરાશેમોરબી : મોરબીના બે મહંતોએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે વિધિવત રીતે સન્યાસ ધારણ કર્યો છે. હવે આવતીકાલે મંગળવારે બન્ને મહંતો મોરબી પરત ફરી રહ્યા છે. ત્યારે તેઓનું ભવ્ય સામૈયુ યોજવામાં આવનાર છે.પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં મૌની અમાવસ્યાના સ્નાન માટે ગયેલ મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડની સામે આવેલ સિદ્ધએશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવિણગિરી મહારાજ અને શોભેશ્વર મંદિરના હીરાગિરી બાપુએ ત્યાં જઈને થાનાપતી જુનાગઢ પંચ દશનામ જુના અખાડાના ગુરુ મહારાજ બુધગીરીજી દ્વારા નાગા સન્યાસીની સંસ્કાર વિધિ કરીને સન્યાસ ધારણ કર્યો હતો. તેમની સાથે ગયેલ બધા આવતીકાલે સવારે પાછા આવતા હોવાથી તેમના સામૈયા વાજતે ગાજતે આવતીકાલે તા.4ને મંગળવારને સવારે 9 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી કરવામાં આવશે. મોરબીના રીટાબેન, જયશ્રીબેન વાઘેલા , સુધાબેન વડગામા , સુનિતાબેન પટેલ, ગીતાબેન સોલંકી , લતાબેન પંડ્યા, મંજુબેન, અરુણાબેન, હકુબેન , દુષ્યંતભાઈ બધી જ વિધિમાં મહાકુંભમાં બન્ને મહંતોની સાથે હાજર હતા.