સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિટંકારા : ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજનો છઠ્ઠો શાહી સમૂહ લગ્નોત્સવ રાજકોટ મોરબી રોડ પર દેવ કુંવર શૈક્ષણિક સંસ્થાના પટાંગણમાં યોજાયો હતો. વસંત પંચમીના પવિત્ર અને પાવન દિવસે યોજાયેલ આ સમૂહ લગ્નમાં 27 નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ ઉત્સવની સાક્ષીએ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. દેખાડો નહી પરંતુ દરકારના ઉમદા આશયથી ટંકારા લેઉવા પાટીદાર સમાજના યુવા ટીમ અને મહિલા ટીમના નેજા હેઠળ આ સમૂહ લગ્ન ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. આ આયોજન કમિટી દ્વારા પાર્કિંગ, આવકાર ફોટો શેશન, ભોજન સમારંભ બેઠક વ્યવસ્થા, પાણી સહિતની સંગિત અને સુરાવલીનું અદ્ભુત આયોજન કર્યું હતું. આ ઉપરાંત કાયદાના તજજ્ઞ એડવોકેટની પેનલ દ્વારા સેમ ડે સાંજે મેરેજ સર્ટીફીકેટ આપી સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરી હતી.આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા નામી હસ્તીઓ, ઉદ્યોગપતિ સહિતના તાલુકાના તમામ ગામના પાટીદાર પરીવાર હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહ્યા હતા.