મોબાઈલ વાન મારફત લોકોને કાનૂની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશેમાળિયા (મી.) : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સિમિત-માળીયા (મી.) દ્વારા માળીયા (મી.) તાલુકાનાં વવાણીયા, મોટાભેલા અને હરીપરમાં ફ્રી લીગલ એડ સર્વિસનો કાર્યક્રમ તા. 05ને બુધવારનાં રોજ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમ વવાણીયામાં સવારે 11:00 વાગ્યે, મોટાભેલામાં બપોરે 12:00 વાગ્યે અને હરીપર બપોરે 2:00 વાગ્યે યોજાશે. બંધારણમાં દરેક નાગરિક માટે સમાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય તેમજ સમાન તકની બાબત સમાવવામાં આવી છે. અને કોઈપણ નાગરિકનો આર્થિક કે અન્ય કોઈ અસમર્થતાને લીધે ન્યાય મેળવવાનો અધિકાર છીનવાઈ ન જાય તે બાબતે ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ દ્વારા મોબાઈલ લીગલ સર્વિસ યુનિટ વાનને વિસ્તારથી સમજવા જાણવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.