મોરબીના એલઈ ગ્રાઉન્ડ પાસે રોડ પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે અને સ્ટ્રીટ લાઈટ પણ ન હોય વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થઈ રહ્યા છે. ત્યારે રોડની વચ્ચો વચ્ચ જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે. જો કોઈ વાહનચાલકો અંધારામાં જોઈ ન શકે તો આ ગટરમાં ખાબકવાની પૂરે પૂરી શક્યતા છે. જેથી જાનહાનિ પણ થઈ શકે તેમ છે.આ અંગે ત્યાંથી પસાર થઈ રહેલા જયદિપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું દરરોજ આ રસ્તા પરથી પસાર થાઉં છું. આ રોડ પર સ્ટ્રીટ લાઈટ પણ નથી અને ગટરની કુંડીના ઢાંકણા પણ તૂટી ગયેલા છે. ઢાંકણું તૂટી ગયેલું હોવા છતાં તંત્ર દ્વારા ત્યાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે મારા સહિત બે-ત્રણ વાહનચાલકો આ ગટરમાં પડતાં-પડતાં રહી ગયા હતા. છેલ્લા એકાદ મહિનાથી ગટરની આ સ્થિતિ છે. તો મોરબી મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવે.https://youtube.com/shorts/EFdkBd8wxNc?feature=share