મોરબી : નવરચિત મહાનગરપાલિકાઓ ખાતે મ્યુનિસિપલ ચીફ ઓડીટર વર્ગ-૨ તથા એકાઉન્ટન્ટ વર્ગ-૨ની જગ્યાઓ પર અધિકારીઓને વાધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હિસાબી અધિકારી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાને મ્યુનિસિપલ ચીફ ઓડીટર વર્ગ-૨નો અને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હિસાબી અધિકારી ઝરીના અબ્દુલમજીદ ખફિફને એકાઉન્ટન્ટ વર્ગ-૨, મોરબી મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.