ગોંડલ : કડવા પાટીદાર સમાજના હાંસલપરા પરિવારનો પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ગોંડલ તાલુકાના અનીડા ભાલોડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સ્નેહમિલનમાં મોટા પ્રમાણમાં હંસલપરા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ તબક્કે પરિવારે વ્યસન મુક્તિ, શિક્ષણ તથા પરિવારના તમામ વ્યક્તિને સાથે લઈ ચાલવું અને પરિવારે મદદ કરવાની ભાવના રાખવાની ચર્ચા કરી હતી. જેમાં ભક્તિનગર, નેકનામ, બંધુનગર, હાંસલપુર , જામજોધપુર તથા ગુજરાત ના દરેક જિલ્લામાંથી હાંસલપરા પરિવારના સભ્યો આવ્યા હતા.આ તકે આવનારા આ કાર્યક્રમ વધુ સારી રીતે થાય અને પરિવારના દરેક સભ્ય કાર્યક્રમમાં આવે અને દરેક વર્ષે સ્થળની પસંદગી અલગ-અલગ રહેશે જેવી બાબતની ચર્ચા કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના હાંસલપરા પરિવારના સભ્યોએ વધુ માહિતી માટે મો.નં. 7567505412 પર સુખદેવભાઈનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.