મોરબી : મોરબીના હળવદ તાલુકાના ખોડ ગામમાં ગૌમાતાની સેવા માટે સેવા જાહેરાત ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપના મહાલીયા હસમુખભાઈ દેવાભાઈ અને સેવા જાહેરાત ગૃપના મિત્રો દ્વારા સારી એવી સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમ્યાન એક ગાય માતાનું મૃત્યુ થતા તેના મૃતદેહને ટ્રેકટર પર લઈ જઈ અને તેને લીલી સાડી ઓઢાડી અબીલ, ગુલાલ, ફૂલડા અને અંતરના સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ ગૌમાતાને સમાધિ આપવામાં આવી હતી.