મોરબી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘણા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. ઉપરાંત આ બજેટમાં કોને શુ મળ્યું છે ? તેની ટુ ધ પોઇન્ટ છણાવટ નીચે કરવામાં આવી છે.મધ્યમ વર્ગને શુ મળ્યું ?● નવી વ્યવસ્થામાં ૧૨ લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહી● પગારદાર લોકો માટે કર મુક્તિ વધારીને રૂ. ૧૨.૭૫ લાખ કરવામાં આવી, જેમાં રૂ. ૭૫ હજારના સ્ટાન્ડર્ડ ડિડકશનનો સમાવેશ થાય છે.● સ્લેબ 1 (0 થી રૂ.4 લાખ સુધી આવક) ઉપર શૂન્ય ટેક્સ● સ્લેબ 2 (રૂ.4 થી 8 લાખ સુધી આવક)ઉપર 5% ટેક્સ● સ્લેબ 3 (રૂ.8 થી 12 લાખ સુધી આવક) ઉપર 10 % ટેક્સ, 80 હજારનો ફાયદો● સ્લેબ 4 (રૂ.12થી 16 લાખ સુધી આવક) ઉપર 15 % ટેક્સ, રૂ.50 હજારનો ફાયદો● સ્લેબ 5 (રૂ.16થી 20 લાખ સુધી આવક) ઉપર 20% ટેક્સ, 90 હજારનો ફાયદો● સ્લેબ 6 (રૂ.24 સુધીની આવક) ઉપર 25 % ટેક્સ, રૂ.1.10 લાખનો ફાયદો● સ્લેબ 7 (રૂ.24 લાખથી વધુની આવક) ઉપર 30% ટેક્સ, રૂ.1.10 લાખનો ફાયદો● વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી● ટીડીએસ મર્યાદા વધારીને રૂ.10 લાખ કરવામાં આવી.● છેલ્લા 4 વર્ષના આઇટી રિટર્ન ફાઇલ કરી શકાશે● ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી● મોબાઇલ ફોન અને ઇ-કાર સસ્તી થશે● લિથિયમ આયન બેટરી સસ્તી થશે● LED-LCD ટીવી સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી ઘટાડીને 2.5% કરવામાં આવી.● રૂ.1 લાખ કરોડનું શહેરી ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે● શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક ખાસ યોજના શરૂ કરાશે● એક લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે, 2025 માં 40 હજાર નવા મકાનો સોંપવામાં આવશે● દરેક ઘરને નળ દ્વારા પાણી પૂરું પાડવા માટે જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશેવ્યાપારી જગતને શુ મળ્યું?● SME અને મોટા ઉદ્યોગો માટે ઉત્પાદન મિશન સ્થાપિત કરવામાં આવશે.● MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે● બધા MSME માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદા અનુક્રમે 2.5 અને 2 ગણી વધારવામાં આવશે● આત્મનિર્ભર ભારત માટે 27 ફોકસ ક્ષેત્રોમાં ક્રેડિટ ગેરંટી ફી ઘટાડીને 1% કરવામાં આવી● નિકાસ કરતા MSME ને 20 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે● MSME માટે નિકાસ પ્રોત્સાહન મિશન સ્થાપવામાં આવશે● પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હોમસ્ટે માટે મુદ્રા લોન મેળવી શકાય છે.● ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ટાયર-2 શહેરોમાં બનાવવામાં આવશે.● દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે એક રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવશે● નવી ચામડાની યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે● બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે● સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે● પ્રથમ વર્ષમાં 10 લાખ કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે● શહેરી શેરી વિક્રેતાઓ માટે પીએમ સ્વાનિધિ યોજનાની લોન મર્યાદા વધીને 30 હજાર રૂપિયા થશે● KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025 માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે● જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ 100 થી વધુ જોગવાઈઓને અપરાધના દાયરામાંથી દૂર કરવામાં આવશેકોર્પોરેટ ક્ષેત્રને શુ મળ્યું ?● વીમા ક્ષેત્રમાં રોકાણ માટે FDI મર્યાદા 74%થી વધારીને 100% કરવામાં આવશે● કોબાલ્ટ, લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ, સીસું, ઝીંક અને 12 અન્ય ખનિજોને બેઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે● આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઇન્ડિયા ટ્રેડ નેટ સ્થાપિત કરવામાં આવશે● ઉડાન યોજના સાથે 100 નવા શહેરો જોડાશે● પહાડી વિસ્તારોમાં નવા નાના એરપોર્ટ બનાવવામાં આવશે.● મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને વિઝા નિયમો હળવા કરવામાં આવશે● બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે.● પરમાણુ ઊર્જા સંશોધન અને વિકાસ માટે રૂ. 20 હજાર કરોડનું ભંડોળ● રાજ્યોમાં ખાણકામ સૂચકાંક સ્થાપિત કરવામાં આવશે.● વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા 'નિકાસ પ્રમોશન મિશન'ની સ્થાપના કરવામાં આવશે.ખેડૂતોને શુ મળ્યું ?● કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી● પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનામાં 100 જિલ્લા પસંદ કરી ૧.૭ કરોડ ખેડૂતોને ફાયદો અપાશે● ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે રૂ. 5 લાખ સુધીની લોન● તુવેર, અડદ અને મસૂર દાળ માટે છ વર્ષનું મિશન હાથ ધરવામાં આવશે● કપાસ ઉત્પાદન મિશન શરૂ કરીને ઉત્પાદકતામાં વધારો કરવામાં આવશે● શ્રીઆના અને ફળો માટે રાજ્યો સાથે મળીને એક યોજના શરૂ કરવામાં આવશે● દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે, કસ્ટમ ડ્યુટી 30% થી ઘટાડીને 5% કરવામાં આવશે.● આંદામાન, નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે● બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે● મિથિલાંચલમાં કોસી નહેર પ્રોજેક્ટ મુકાશે, 50 હજાર હેક્ટર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે.● કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન.● ગ્રામ્ય ક્ષેત્રોમાં પોસ્ટ પેમેન્ટ બેંક ચુકવણી સેવાનો વિસ્તાર વધારાશે● કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્યયોજના, ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે● આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે, તેની વાર્ષિક ક્ષમતા 12.7 લાખ મેટ્રિક ટન હશે.● રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સહકારી ક્ષેત્રમાં લોન માટે સહાય આપવામાં આવશેયુવાનોને શુ મળ્યું ?● સ્ટાર્ટઅપ્સ માટે 10 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવામાં આવશે● 500 કરોડ રૂપિયાના ખર્ચે ૩ એઆઈ એક્સલન્સ સેન્ટર બનાવવામાં આવશે● આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75 હજાર બેઠકોનો વધારો થશે.● દેશના 23 IIT માં 6500 બેઠકો વધારવામાં આવશે● મેડિકલ કોલેજોમાં 10 હજાર બેઠકો વધશે● પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર નવી ફેલોશિપ આપવામાં આવશે● દેશમાં જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે, 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે● પટના આઈઆઈટીમાં હોસ્ટેલ સુવિધાઓ વધારવામાં...