ઓપરેશન બાદ દર્દીની ICU હેઠળ 10 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી હતી : ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલ તેમજ ડૉ. રીંકલ રામોલીયા અને ક્રિટિકલ ટીમની મેહનતથી દર્દીની સ્થિતિમાં સુધારો આવતા રજા અપાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં હેમરેજ થયાના કિસ્સામાં આયુષ હોસ્પિટલમાં તાત્કાલિક સફળ ઓપરેશન કરી 10 જ દિવસમાં દર્દીને રજા આપી દેવામાં આવી છે. આમ મોરબી જિલ્લામાં અહીં એકમાત્ર ન્યૂરોસર્જરીનો સુપર સ્પેશિયાલીટી વિભાગ કાર્યરત છે જેને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના અશોકભાઈ નામના 30 વર્ષના દર્દીનો અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પહોંચી હતી. મગજના ભાગે ઇજાના કારણે લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું હતું અને બેભાન થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં તેમને લાવવામાં આવ્યા હતા. ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ દ્વારા વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન માટે જણાવાયુ હતું અને તાત્કાલિક હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દર્દીની ICU હેઠળ 10 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી હતી. ત્યારબાદ ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલ તેમજ ડૉ. રીંકલ રામોલીયા અને ક્રિટિકલ ટીમની મેહનતથી દર્દીને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દીને સફળતા પૂર્વક રજા આપવામાં આવી હતી.આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓમાં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં આ હોસ્પિટલમાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે. એ પણ જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે આ સેવા મળે છે. આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યૂરો સર્જન, પ્લાસ્ટિક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.