મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાંથી તાલુકા પોલીસે બાતમીને આધારે પાવડીયારી રોડ ઉપરથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાળા ગામની સીમમાં ગાળા - પાવડીયારી રોડ ઉપરથી આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંધવાણી રહે.સંધીવાસ માળીયા મિયાણા વાળાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.