મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, અડદ, કાળા તલ અને તુવેર સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 833 ક્વિન્ટલ એટલે કે 4165 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1496 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 47 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 658, તલના 1970, જીણી મગફળીના પ્રતિમણ 1136, જીરુંના 3900, અડદના 1504, કાળા તલના 4360 અને તુવેરના 1340 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 450 રૂપિયા, રીંગણાના 280 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.