કેસબારી પર લાઈનો, લાગવગ, ડોક્ટરોનું ગેરવર્તન સહિતની બાબતે કરાઈ રજૂઆતમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓને પડતી અવ્યવસ્થા મામલે દર્દી હર્ષદભાઈ પરમાર અને મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અનિલભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને વહીવટ સુધારવા બાબતે જણાવ્યું છે.કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈન્સ્યુલિન પ્લેઈન ઈન્જેક્શન નથી અને ક્યારે આવશે તે નક્કી નથી. કેસબારી પર લાંબી લાઈનો લાગે છે અને દર્દીઓને કલાકો સુધી ઉભું રહેવું પડે છે. સોનોગ્રાફીમાં ડોક્ટર તેમના સગાનો વારો પહેલા લઈ લે છે. બીજા દર્દીઓના બે-ત્રણ દિવસે વારો આવે છે. લાઈટો-પંખા બંધ હાલતમાં હોય છે. બહેનો અને ભાઈઓને એક જ લાઈનમાં ઉભા રાખવામાં આવે છે. સોનોગ્રાફી-એક્સરે વિભાગમાં શૌચાલયમાં દુર્ગંધયુક્ત હોય છે. ડોક્ટરો પણ દર્દીઓ સાથે તોછડું અને ગેરવર્તન કરે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.