મંજૂરી વગર રોડમાં અંડર ગ્રાઉન્ડ કેબલ પાથરી દીધો હતો : માર્ગ અને મકાન વિભાગ આકરા પાણીએ, વીજ પોલ પણ સ્વ ખર્ચે હટાવવા પડશે તેવી સૂચનામોરબી : મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ ફટકારી છે. આ નોટિસમાં જણાવ્યું છે કે અંડર ગ્રાઉન્ડ કેબલ સાઈડ હોલ્ડરથી દૂર નાખવા માટે જાણ કરવામાં આવેલી હતી. અને તેના માટે મંજૂરી લેવા પણ જણાવવામાં આવ્યું હતું. આમ છતાં અંડરગ્રાઉન્ડ કેબલ દૂર કરવાને બદલે બાજુમાં મંજૂરી વગર વીજ પોલ પણ ઉભા કરી દીધા છે. રોડને નુકસાની થઈ હોય હવે રૂ. 9.50 લાખ ભરપાઈ કરવાના રહેશે. હવે જો આ રીતે વીજ પોલ નાખવામાં આવશે. તો સ્વ ખર્ચે આપની કચેરીએ દૂર કરવાના રહેશે અને ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી આપની કચેરીની રહેશે.