4500 મણ કપાસની આવક, ભાવ 1475 બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 31 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, અડદ, એરંડા, ગુવાર બી, કાળા તલ., તુવેર, સોયાબીન સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 900 ક્વિન્ટલ એટલે કે 4500 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે પ્રતિમણના સૌથી ઉંચા રૂપિયા 1475 સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 80 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 653, તલના 1894, જીણી મગફળીના પ્રતિમણ 1150, જીરુંના 4040, અડદના 1380, એરંડાના 1223, ગુવાર બીના 905, કાળા તલના 5484, તુવેરના 1352 અને સોયાબીનના 781 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.