મોરબી : ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા. 31-1-2025 સ્વસ્તિક સ્કૂલ પીપળી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી જયદીપભાઇ કુંડારિયા અને પ્રિન્સિપાલ શૈલેષભાઇ કાલરીયા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. આ સાથે જ શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ચેતના કેંદ્ર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈ હાજર રહી બાળકોને વ્યસનના કરવું અને બીજાને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા હતા.