વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી દિપકભાઇ નરેન્દ્રદાસ નીસાદ, સરમનભાઇ નરેન્દ્રદાસ નિસાદ, બલવાનભાઇ ઉદલસિંગ નીસાદ અને શાંતીબેન ભીમજીભાઇ રાઠોડને રોકડા રૂપિયા 5230 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.