મોરબી : માળીયા મિયાણા તાલુકામાં અવાર નવાર અગ્નિશસ્ત્રો પકડાઈ રહ્યા છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુલાબડી વિસ્તારમાંથી મૂળ બિહારના અને હાલમાં રાજકોટ રહેતા શખ્સને જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા ગામની ગુલાબડી સિમ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાવળની કાટમાંથી આરોપી અજમેરભાઈ જાકિરભાઈ આલમ રહે.નવાગામ, છપનિયા સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ, મૂળ રહે.બિહાર નામના શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.