મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડમીન વિટરીફાઇડ નામના કારખાનામાંથી આરોપી પ્રવીણભાઈ ડાયાભાઇ ભોયા અને એક અજાણ્યા ઇસમે પલેટ પેકિંગનો પટ્ટી રોલ કિંમત રૂપિયા 4000ની ચોરી કરતા બનાવ અંગે ફરિયાદી સાવનકુમાર નવનીતભાઈ ચાડમિયાએ સીસીટીવી ફુટેજના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.