મોરબી : મોરબી શહેરના વેજીટેબલ રોડ તેમજ ભડિયાદ નજીક વિદેશી દારૂના બે દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસે બે આરોપીઓને વિદેશી દારૂની 5 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામ પાસેથી આરોપી વિશાલ રમણિકભાઈ ઉર્ફે રમેશભાઈ સોલંકી રહે.હરબટિયાળી તા.ટંકારા વાળાને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2450 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા રફાળેશ્વરના સાગર કિશનભાઈ ઉર્ફે કિશોર પરમાર પાસેથી દારૂ ખરીદ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વેજિટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશીપ નજીકથી આરોપી ભીરથસિંહ ઉર્ફે ભગિભાઈ સુરુભા ઝાલા રહે.શિવપાર્ક, વેજીટેબલ રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 696 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.