મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા પાનેલી ગામની પ્રાઇમરી સ્કૂલમાં ત્રણ દિવસની 330 વિદ્યાર્થીઓની મેગા બાલ ચેતના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાણાયામ, ધ્યાન, જ્ઞાન & સત્સંગ દ્વારા શક્તિ, સ્ફૂર્તિ, શાંતિ, પ્રેમ, આનંદ અને ઉત્સાહનો અનુભવ કરી ગુરુદેવનું જીવનને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ શિબિરના ટીચર યોગેશભાઈ હિરાણી, જલ્પાબેન હીરાણી એ વિદ્યાર્થીઓને ગમ્મત સાથે શિબિરનું જ્ઞાન આપ્યું. શિબિરના અંતે દાતાના સહયોગથી વિદ્યાર્થીઓને ગુરુદેવ શ્રી રવિશંકરજીના ફોટા વાળા ફુલ સ્કેપ ચોપડા આપી સાથે આશીર્વાદ વચન આપ્યા હતા.