મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ અને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ સહિતના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત સૌ કોઈને પીપીટીના માધ્યમથી વ્યસન મુક્તિ અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે લોકો વ્યસન કરી રહ્યા છે તેઓએ કેવી રીતે વ્યસન છોડવું અને નવા લોકો કોઈ વ્યસની ન બને તે માટે શું કરવું તે સહિતની માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ વ્યસન મુક્તિ માટે અન્ય લોકોને પ્રેરણા આપશે અને પોતે વ્યસન મુક્ત બનશે તેવા શપથ પણ લીધા હતા.