મોરબી : મોરબીના સામાકાંઠે સહિતની 4 ફાટક 20 મિનિટ જેટલો સમય બંધ રહેતા વહેલી સવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. અનેક વાહનચાલકો અહીં અટવાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીથી વાંકાનેર જઈ રહેલી માલગાડી અચાનક ઉભી રહી જતા વીસી ફાટક, નટરાજ ફાટક, પોસ્ટ ઓફિસ ફાટક, નઝરબાગ ફાટક 20 મિનિટ સુધી બંધ રહી હતી. જેને કારણે વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. વધુમાં વહેલી સવારમાં ટ્રાફિક પોલીસ પણ ન હોય ફાટક ખુલ્યા બાદ પણ ટ્રાફિક ક્લિયર થવામાં ઘણો સમય લાગ્યો હતો.