વારંવાર વિદેશી દારૂના ગુન્હા આચરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી અપાયા મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વારંવાર વિદેશી દારૂના ગુન્હા આચરતા બે બુટલેગરો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મુકવામાં આવતા બન્ને શખ્સને પાસા હેઠળ સુરત અને અમદાવાદ જેલમાં મોકલી આપવામા આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ અગાઉ અવાર નવાર વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલા આરોપી મયુરભાઈ બટુકભાઈ વાઘેલા રહે.વેજીટેબલ રોડ તેમજ અંકિત અરુણભાઈ રાઠોડ રહે.શ્રધ્ધાપાર્ક, વીસીપરા મોરબી વાળાઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા પોલીસે બન્ને આરોપીઓને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એકટ અન્વયે ઝડપી લઈ અનુક્રમે અમદાવાદ અને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપ્યા હતા.