10 કે તેનાથી વધુ કર્મચારીઓ રાખતી સંસ્થાઓને સમયસર અચૂકપણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી લેવાની પણ સુચનામોરબી : મોરબીમાં તમામ વ્યવસાય ધારકોને બાકી વ્યવસાય વેરો ભરવા મહાપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે. જો બાકી વેરો ભરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નાયબ કમિશનરે એલાન કર્યું છે.નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે કે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વ્યાપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઈવેટ બેંકો પ્રાઈવેટ સ્કૂલો, દરેક પ્રકારના કલાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટ (દલાલ), સોલીસીટરો, કાયદા વ્યસાયીલ (નોટરી સહિત), આર્કિટેક, તથા એન્જીનીયર, કન્સલ્ટનટો, એકાઉન્ટન્ટો ,આંગડીયા, પેઢી, સહકારી મંડળીઓ વિગેરેના ધંધા ધારકોને સુચના આપવામાં આવે છે કે તેઓએ એમનો બાકી પડતો વ્યવસાય વેરો (ગુમાસ્તા ધારા લાયસન્સ સહિત) તાત્કાલીક મહાનગરપાલિકા કચેરીમાં વ્યવસાય વેરા શાખામાં ભરવાનો રહેશે. જે સંસ્થાઓમાં પગારદાર કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવાનો થતો હોય તે સંસ્થાઓએ નિયમાનુસાર દર માસે માસિક વ્યવસાયવેરો મહાનગરપાલિકાની કચેરીમાં ભરવાનો રહેશે. આમ કરવામાં ચૂક થશે તો જે તે સંસ્થાના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ જુનું ગુમાસ્તાધારા લાઈસન્સ જમાં કરાવી ઓનલાઈન e nagar (પોર્ટલ)માં નવું ઈન્ટીમેસન સર્ટીફિકેટ (ફોર્મ-ઇ)મળેવવાનું રહેશે. દસ કે દસથી વધુ કર્મચારીઓ રાખતી સંસ્થાઓ સમયસર અચૂક પણે પોતાની સંસ્થાની નોંધણી કરાવી લેવાની રહેશે. અન્યથા તા.૦૬/૧૦/૨૦૨૨ સરકારના પરિપત્ર અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.