હળવદ : હળવદના રણમલપુર ગામે આયોજિત લોકડાયરામા કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી હતી. આ લોકડાયરાને માણવા માટે સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિ માતાજીના મંદિરના જિણોદ્ધાર અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ખૂબ બહોળી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી.