અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક નાસી ગયોહળવદ : હળવદ તાલુકાના સમલી ગામ નજીક સાતેક દિવસ પૂર્વે આઇસર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પત્નીની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21 ના રોજ હળવદ તાલુકાના સમલી ગામથી ચરડવા ગામ તરફ જતા રસ્તા ઉપર જીજે - 36 - ટી - 4809 નંબરના આઇસર ચાલક ગોવિંદભાઇ નારૂભાઈ મૂંધવા રહે.સમલી વાળાએ બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી સામેથી આવતી જીજે - 03 - વી - 4262 નંબરની રિક્ષાને ઠોકર મારતા રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલક એવા દુધના ધંધાર્થી કરમશીભાઈ સતાભાઈ મૂંધવા ઉ.39 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ આઇસર ચાલક નાસી ગયો હતો.અકસ્માતના આ બનાવ અંગે સમલી ગામે રહેતા મૃતકના પત્ની લીલાબેન કરમશીભાઈ મુંધવાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.