મોરબી : મોરબી શહેરના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી એન.સી.ડી.(નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં હાઈપરટેન્શન, ડાયાબીટીસ વગેરે રોગોનું નિદાન વિનામુલ્યે કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પ અર્બન પ્રા.આ.કે ગોકુલનગર - ગોકુલનગર શનાળા બાયપાસ પાસે, અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ- પરષોતમ ચોક રવાપર રોડ, અર્બન પ્રા.આ.કે. વિસીપરા -ફૂલછાબ કોલોની વીસીપરા, અર્બન પ્રા.આ.કે, સો-ઓરડી - જીલ્લા પંચાયત સામે સોઓરડી, અર્બન પ્રા.આ કે. વાવડી રોડ -આશાપુરા પાર્ક, વાવડી ચોક, અર્બન આયુષમાન આરોગ્ય મંદિર વિદ્યુતનગર- મોરબી-૨, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી - મોરબી-૨, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર આવાસ યોજના -દલવાડી સર્કલ પાસે, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર બોરિયા પાટ્ટી - કેનાલ રોડ, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા- વિશિપરા, અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર- નવલખી રોડ ખાતે યોજાશે. જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.