મોરબી : માળિયા ફાટક પાસે કાલીન્દ્રી નદીના પુલ ઉપર આજે સાંજના અરસામાં એક ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેક લખધીરપુરના નાકા સુધી વાહનોની કતાર જોવા મળી હતી. જો કે બાદમાં તુરંત આ ટ્રકને ક્રેનની મદદથી ત્યાથી હટાવવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.