મોરબી : મોરબીના સિરામિક ટાઇલ્સના વેપારીને પુનાના એક ધંધાર્થીને આપેલો ચેક પરત ફરતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે પુનાના ધંધાર્થીને એક વર્ષની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ધ ટાઇલ્સ કોર્પોરેશનના પાર્ટનર નિશાંત ધર્મેન્દ્રભાઈ જોબનપુત્રાને અરમાનિયા સિરામિકના માલિક વસંતભાઈ પટેલ રહે. પુનાવાળાએ ધંધાકીય રકમનો રૂ.1,28,520નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા તેઓએ નેગોસીએબલ ઇન્સ્યુમેંટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કેસ મોરબી એડિશનલ જ્યૂડી. મૅજી. સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ આરોપીને ફરિયાદીની પુરી રકમ તથા રૂ. ૨૫,૭૦૪ વળતર ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.આ સાથે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત વળતર 30 દિવસમાં નહિ ચૂકવાય તો 90 દિવસની વધુ સજા ફટકારવાનો હુકમ કર્યો છે.આ કેસમાં ફરિયાદી પક્ષે એડ્વોકેટ અર્જુન આર.કાકડીયા રોકાયેલ હતા.