મોરબી : મોરબીના લૂંટાવદર ગામના રહેવાસી પાસેથી વાહન ખરીદી તેમને અપાયેલો ચેક પરત ફરતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂ.10.20 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર લૂંટાવદર ગામના ફરીયાદી જાડેજા ધીરજસિંહ રાણુભા પાસેથી તેમની માલીકીનું વાહન ટાટા મોટર્સ એલ.પી.એસ. ૪૦૧૮ આરોપી ભરતભાઇ બાબુભાઇ ઓડીચે ખરીદ કર્યું હતું. તેની અવેજની રકમ પેટેનો ફરીયાદીને ચેક આપ્યો હતો. જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્વારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા રૂા. 10.20 લાખની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ કર્યો છે. આ સાથે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા પણ ફટકારવામાં આવી છે. આ કેસમાં ફરીયાદી તરફે યુવા વકીલ અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાઘાણી તથા મિલન જે.ઓરીયા રોકાયેલ હતા.