ટંકારા : મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDSમાં નાસ્તા પોષણ અભિયાન અને પૂર્ણા યોજના અંતર્ગત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગરૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાઈ હતી.કિશોરીઓમાં ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ભ્રુણ હત્યા, બાળ લગ્ન વગેરે બાબતે કાયદાકીય જાગૃતિ ફેલાય તેવા આશયથી ટંકારા, લજાઈ, ધ્રુવનગર, વિરપર, આ.વા કેન્દ્રની અંદાજે 25 કિશોરી, 10 આ.વા કાર્યકર, લજાઈ સેજા મુખ્ય સેવિકા, જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ, NNN BC દ્વારા મુલાકાત લેતા ટંકારા પોલીસ સ્ટેશનના ASI ચેતનભાઈ, ગૌરવભાઈ ગઢવી, રવિરાજસિંહ ઝાલા દ્વારા PSO, લોકઅપ, વાયરલેસ ઓફિસ વગેરેની મુલાકાત કરાવી તેના ઉપયોગ વિશે જાગૃતિ આપી અને સોશિયલ મીડિયામાં થતા સાયબર ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવી હતી.