મોરબી : મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76 માં પ્રજાકસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ નાવીન્ય પૂર્ણ કરવા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી શિક્ષકને એવોર્ડ આપવામાં આવે છે. ક્લસ્ટર કક્ષાનો પ્રતિભાશાળી એવોર્ડ જે આ વર્ષે તાલુકા શાળા-1 નો પ્રતિભાશાળી એવોર્ડ નાયબ કલેકટર ઉમંગ પટેલના વરદ હસ્તે પોલીસલાઇન કુમાર તાલુકા શાળાના શિક્ષિકા દિપ્તીબેન ધનજીભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો છે.આ સમયે શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, CRC શૈલેશભાઈ કાલરીયા અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને PMSHRI માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાની હાજરીમાં ધ્વજ વંદન બાદ દીપ્તિબેનને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ અને સમગ્ર શાળા પરિવારે દિપ્તીબેનને અભિનંદન પાઠવ્યા છે.