તા. 24ના રોજ કારીયા પરિવાર દ્વારા ખોડીયાર મંદિર ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરાયું મોરબી : સ્વજનની પુનિત યાદમાં તા. 24-1-2025ના રોજ માતા હેમબેન ધીરજલાલ કારિયા ( ખોડીયાર મઢુલી)હસ્તે સુપુત્ર ઘોઘુભાઈ કારિયા દ્વારા માટેલ ખોડીયાર મંદિર ખાતે તથા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે તા. 26-1-2025ના રોજ બિપીનભાઈ વ્યાસ( પત્રકાર મોરબી) દ્વારા સુમતીનાથનગર વાવડી રોડ ખાતે આવેલ ડો. પાર્થ વ્યાસના દવખાનામાં ડો. હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કેમ્પમાં દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે દર્દીનું બ્લડ સુગર તેમજ દર્દીનું બીપી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણના દર્દીઓને પોઇન્ટની વિશેષ સારવાર આપીને 130 જેટલા દર્દીને રાહતનો અનુભવ કરાવ્યો હતો. આ સાથે ડો. સુરેશભાઈ કાલરીયા દ્વારા માટેલ સ્કૂલની બાલિકા તેમજ અન્ય 110 દર્દીની આંખ પણ તપાસી દવા તેમજ આંખના ટીપાંનું વિતરણ પણ કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા દાતા પરિવારના રુચિરભાઈ, ગૌરવભાઈ, જતીનભાઈ કારિયા તેમજ બિપીનભાઈ વ્યાસ, તેમના પરિવાર અને મિત્રો તથા મંદિરના પૂજારી વિશાલભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ સહાયક ચંદ્રલેખાબેન, દર્શનાબેન ત્રિવેદી, કૌશિક રાવલ, તોષા રાવલ, ઋચિતા પંડ્યા, તેમજ નાના રૌદ્રએ સેવા આપી હતી.