મોરબી : મોરબી તાલુકાના વાઘપર સોખડા ગામની સીમમાં વાડીમાં રહેતી નવ વર્ષની બાળકીએ જીરામાં છાંટવાની દવા વાળા ડબલામાં ભૂલથી પાણી પી લેતા ઝેરી અસર થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વાઘપર સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઈ નામના ખેડૂતની વાડીમાં રહી ખેત મજૂરી કરતા પરિવારની પુત્રી સેજલબેન સવાભાઈ પરમાર ઉ.9 નામની બાળકીએ ભૂલથી જીરામાં દવા છાંટેલા વાસણમાં પાણી પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.