કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માગમોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા આર.ઓ. પટેલ કોલેજ પાસે અસામાજિક તત્વો દ્વારા બહેનો પર થતી અસામાજિક ધટના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટર કચેરી તથા એસ.પી ઓફિસ ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું છે કે, નજીકના સમયમાં છાત્રાલય રોડ પાસે અસામાજિક તત્વો દ્વારા બહેનો પર થતી છેડતીની ધટના અત્યંત નિંદનીય છે. જેનાં વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કન્યા શાળા તથા કોલેજો પાસે પ્રવેશ તેમજ છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વાર રજૂઆત કરવામાં આવી છે.