મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીક આયુષ હોસ્પિટલ પાસેથી ફરિયાદી મયુરભાઈ શામજીભાઈ રાઠોડ રહે.નજરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી વાળાનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.