અનેક રજુઆત કરી છતાં મહાપાલિકા કે એજન્સી કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી : સ્થાનિક વેપારીનો આક્ષેપમોરબી : મોરબીના લાતી પ્લોટ-2માં ભુગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ હોય અનેક રજૂઆતો છતા આ પાઇપલાઇન રીપેર કરવામાં ન આવી હોવાથી 20 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મામલે પ્રવીણભાઈ હંસરાજભાઈ રંગપડિયાએ માહિતી આપતા જણાવ્યું કે લાતી પ્લોટ-2માં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું ત્યારે પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી હતી. છેલ્લા 20 દિવસથી અહીં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. મારે શિવમ મંડપ સર્વિસના નામે અહીં ગોડાઉન છે. આ ગોડાઉનમાં પાણી આવી રહ્યું છે. જેના કારણે લાખોની નુકસાની થઈ થઈ છે. અનેકવાર મહાપાલિકાને તથા એજન્સીને આ મામલે રજુઆત કરવામાં આવી છે. છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે સરદારબાગેથી પાણી છોડવામાં આવે છે ત્યારે અહીં રીતસર પાણીના ફુવારા થાય છે. મહાપાલિકા આ અંગે તુરંત કાર્યવાહી કરે તેવી માંગ છે.