વાંકાનેર : યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' અન્વયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર સંચાલિત ખેલ મહાકુંભ 3.0નું ' સ્વિમિંગ ( તરણ ) સ્પર્ધાનું જિલ્લા કક્ષાનું આયોજન મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર એ ઓપન એજ ગ્રુપમાં ભાગ લીધો હતો. તેમણે 100 મીટર ફ્રી સ્ટાઇલ અને 100 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં બીજો ક્રમ અને 400 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આમ સ્વિમિંગ સ્પર્ધામાં સારો દેખાવ કરીને તેમણે ઘીયાવડ પ્રાથમિક શાળા, સીઆરસી જૂના કણકોટ અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લઈને મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.