મોરબી : મોરબીમાં ગ્રામ પંચાયતમાંથી મહાનગરપાલિકામાં જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી મોરબી સમાકાંઠા પાછળ આવેલી ચામુંડા સોસાયટીના રહીશ વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણવવામાં આવ્યું છે કે, મોરબીમાં ગ્રામ પંચાયતમાંથી મહાનગરપાલિકામાં જોડાયેલા વિસ્તારો જેમાં રામદેવનગર, શક્તિ સોસાયટી, માળીયા, વગાડીયા, રામદેવનગર ઢોળા વાળો વિસ્તાર અને ભીલવાસમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, ગટર, એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર ટ્રેકટર અને પાણીનો વાલ ખોલવા માટેના માણસ વગેરેનો અભાવ છે. જેથી મોરબી સમાકાંઠા પાછળ આવેલી ચામુંડા સોસાયટીના રહીશ વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.