છેલ્લા 3 મહિનાથી આ સમસ્યા : મહાપાલિકા અને હાઇવે ઓથોરિટીની એક બીજાને ખો : ખાડામાં દરરોજ પશુઓ ફસાઈ જતા હોવાની રાવમોરબી : મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ અંગે સુરેશભાઈ પીપરોતરે જણાવ્યું કે કંડલા બાયપાસ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે છેલ્લા ત્રણેક મહિનાથી પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. ઉપરાંત રોડ ઉપર 4 ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો છે. અહીં લોકોને ભારે હાલાકી પડી રહી છે. મહાપાલિકાના અધિકારીઓને આ મામલે રજુઆત કરી છે. હાઇવે ઓથીરિટીને પણ રજુઆત કરી છે. પણ બધા વિભાગો અમારામાં આ ન આવે તેવું કહી રહ્યા છે. તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે.