મોરબી : પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ જાન્યુઆરીના સાંજે ૪ વાગ્યે યોજાયેલ 'એટ-હોમ' કાર્યક્રમમાં અકિલાના મોભી અને મેનેજિંગ એડિટર કિરીટભાઈ ગણાત્રાએ હાજરી આપી હતી. ખૂબ જૂજ લોકોને આ કાર્યક્રમમાં પધારવાનું આમંત્રણ હતું. તેમાં એક કિરીટ કાકાને પણ આ કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિરીટભાઇ ગણાત્રાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમુ, ફિલિપિન્સના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું પણ તેઓએ અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે દેશભરના વિવિધ ક્ષેત્રોના ૩૫૦ થી ૪૦૦ અગ્રણી મહાનુભાવો ઉપરાંત વિવિધ દેશોના રાજદૂત, લશ્કરની ત્રણે પાંખના વડાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.