મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની મહાનગરપાલિકા કમિશ્નરને લેખિતમાં રજુઆતમોરબી : મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા તેની સંપૂર્ણ જગ્યાએ સાફસફાઈ કરી અને રંગરોગાન કરાવવાની માંગ સાથે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મહાનગરપાલિકા કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અંદાજીત 19 પ્રતિમાઓને રીનોવેશન કરી રંગરોગાન કરવામાં આવતું હોય ત્યારે મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને 26મી જાન્યુઆરીના દિવસે પણ સાફસફાઈ કરવામાં આવી ન હોય અને ક્યાંકને ક્યાંક ભેદભાવ રાખવામાં આવેલ હોય તેવું જોવા મળે છે. ત્યારે આ બાબતે ગંભીર નોંધ લઈ તાત્કાલિક ધોરણે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તથા તેની આસપાસની જગ્યામાં સાફસફાઈ કરી રંગરોગાન કરવા માંગ કરવામાં આવી છે.