ભાજપ દ્વારા સેન્સ લેવાય : કોને ટીકીટ મળશે તેને લઈને ભારે સસ્પેન્સહળવદ : આજ રોજ હળવદ નગરપાલિકાની ચૂંટણી અન્વયે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી નિરીક્ષક તરીકે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી ગિરિરાજસિંહ ઝાલા અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સાથે જ હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિતના સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.હળવદ નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપમાંથી 128 ઈચ્છુકોએ ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંધાવી છે. 128 જેટલા દાવેદારોએ ટિકિટ મેળવવા માટે નિરીક્ષક સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે આગામી 30 જાન્યુઆરી સુધીમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવશે.