મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ આગામી તા.21-02-2025 સુધીના સમયગાળા દરમિયાન તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લાની સામાન્ય/મધ્યસત્ર/પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના 6 કલાકથી બીજા દિવસના સવારના 6 કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના 10-30 કલાક સુધીમાં જિલ્લા કક્ષાની કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર, મોરબીની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવી અને સીડી પહોંચાડ્યા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે 24 કલાક પૂરા થતાં પહેલા પણ કરવામાં આવેલી પ્રસારણની સીડી માગવામાં આવે તો રજુ કરવી પડશે.