મોરબી : આજરોજ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ અંતર્ગત શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ કલા સાહિત્ય અને રંગમંચની અખિલ ભારતીય સંસ્થા મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારતમાતા પૂજન અને આરતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તા તરીકે સંઘમાંથી જયેશભાઇ માંડલિયા એ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સાથે સંઘના લાલબાગ ઉપનગરના કાર્યવાહક રાજુભાઈ વિરમગામાં જોડાયા હતા. ભારતમાતા પૂજન-આરતીમાં વિદ્યોતેજક મંડળના હોદેદારો બાળસભા સંચાલક રમણીકભાઇ બરાસરા, રાહુલભાઈ ધરોડીયા, જયેન્દ્રભાઈ નારણીયા, વિજયભાઈ વડાવિયા, જયેશભાઇ બારેજીયા, પ્રવિણાબેન સવાડિયા, બીનાબેન વડાવિયા, મહેકબેન નારણીયા તેમજ બાલ સભાના ભૂલકાઓ જોડાયા હતા. જયારે મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા, કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા, માતૃશક્તિ સંયોજક માધવીબેન વારેવડીયા તેમજ વિવિધ કલાવિદ્યા શાખાના સંયોજકો અને કાર્યકર્તા મિત્રો જોડાયા હતા. કાર્યક્રમમાં બાળકો માટે રમત ગમત, સંગીત ખુરશી, બોલ-ડોલ, લીંબુચમચી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિજેતા બાળકોને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો કરાવાયો હતો.