લજાઈ નજીક એસએમસીએ દરોડો પાડી 11.81 લાખની કિંમતનો 2147 બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતોટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે જીઆઇડીસી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેડ પાડી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા બીટ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તાજેતરમાં ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભરડીયા રપડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સંકલ્પ ગોડાઉનમાં દરોડો પાડી રૂપિયા 11,81,414ની કિંમતનો વિદેશી દારૂનો 2147 બોટલ દારૂ કબ્જે કર્યો હતો. જે અન્વયે ટંકારા પોલીસ સ્ટેશનના બિટ જમાદાર શાહિદભાઈ સિદિકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં પણ એસએમસીના દરોડાને પગલે જિલ્લા પોલીસ વડાએ એક પીએસઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કર્યા છે.