જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પવાંકાનેર : 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબી જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના સંયુકત ઉપક્રમે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમરસિંહજી હાઇસ્કૂલ વાંકાનેર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 98 બોટલ રકત એકઠુ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સરતાનપરના સી.એચ.ઓ. ડો. નિકેતુ પરસાણીયાએ 41 મી વખત બ્લડ ડોનેશન કરી નવી રાહ ચીંઘી છે. આ કેમ્પમાં આરોગ્ય વિભાગ દ્વારા 62 બોટલ, શિક્ષણ વિભાગ દ્વારા 34 અને અન્ય વિભાગ દ્વારા 2 બોટલ રકતદાન આપવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાતે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી, તેમજ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનસુખ અજાણા, જિલ્લા ડી.એમ.ઓ. ડો. વિપુલ કારોલીયા, એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. દીપક બાવરવા તથા જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી ગાંભવાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા ટીમ અને તાલુકાના તમામ સી.એચ.ઓ.એ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.