માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના જૂના ઘાંટીલા ગામે 76મા પ્રજાસત્તાક દિનની શાળા પરિવાર તરફથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. આ દરમ્યાન mcaમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવનાર જીંકલબેન અમૃતલાલ જાકાસણીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ જીંકલબેનનું સરપંચ દ્વારા શિલ્ડ અને મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના વિદ્યાર્થી દ્વારા વિવિધ કાર્યક્રર્મો યોજવામાં આવ્યા હતા.